Connect Gujarat
ગુજરાત

જાણો શું છે ‘નો યોર પોલીસ સ્ટેશન’?

જાણો શું છે ‘નો યોર પોલીસ સ્ટેશન’?
X

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર જનતાને પોતાની નજીકના પોલીસ સ્ટેશન અંગે વિસ્તૃત જાણકારી મેળવવા માટે ગૃહ વિભાગની વેબસાઇટ પર 5 જીપીએસ બેઝ્ડ એપ્લિકેશનની લિંક મૂકવામાં આવી છે.

ગૃહ વિભાગની વેબસાઇટ પર જીપીએસ બેઝ્ડ એપ્લિકેશનની બે અલગ-અલગ લિંક મૂકવામાં આવી છે. જેમાં ‘નો યોર પોલીસ સ્ટેશન’ની વેબસાઇટ અને એપ્લિકેશનની બે અલગ લિંક છે.

ગુજરાતમાં તમે કયા પોલીસ સ્ટેશનની નજીક છો, નજીકનું મહિલા પોલીસ સ્ટેશન ક્યાં સ્થિત છે, પોલીસ કંટ્રોલ રૂમ, નામ, નંબર વગેરે હવે સરળતાથી મળી શકશે.

કમ્પ્યુટર અથવા મોબાઇલ પરથી ‘નો યોર પોલીસ સ્ટેશન’ વેબસાઇટની લિંક પર ક્લિક કરતા નજીકના પોલીસ સ્ટેશન અંગેની જાણકારી મળશે. જ્યારે ‘નો યોર પોલીસ સ્ટેશન’ એપ્લિકેશનની લિંક ડાઉનલોડ કરીને નજીકના પોલીસ સ્ટેશન સહિત, કંટ્રોલ રૂમ, મહિલા પોલીસ સ્ટેશન અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી શકાશે.

રાજયમાં આવેલા 33 જિલ્લાઓના પોલીસ સ્ટેશન પૈકી તમે કયા પોલીસ સ્ટેશન નજીક છો તે હવે સરળતાથી જાણી શકાશે. પોલીસ સ્ટેશનના નામ, નંબર, સરનામુ અને ઇમેલ એડ્રેસ પણ તમારી આંગળીના ટેરવે હશે.

Next Story