Connect Gujarat
ગુજરાત

કેજરીવાલનો ગરબો સોશ્યલ મિડીયામાં વાઇરલ

કેજરીવાલનો ગરબો સોશ્યલ મિડીયામાં વાઇરલ
X

ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતે આ તકનો ભરપૂર લાભ ઉઠાવવા કેજરીવાલ પર ગરબો બનાવી તેનો વીડિયો સોશ્યલ મિડીયા પર શેર કર્યો હતો.

ગરબામાં કેજરીવાલે દિલ્હીમાં મેળવેલી જીત અને કાર્યોની વાત કરવામાં આવી છે. તેમજ ગુજરાતની આગામી ચૂંટણીમાં કેજરીવાલની જીત થશે તેવુ કહેવાયુ છે. કેજરીવાલે જેમ દિલ્હીમાં કમાલ કરી તેવી જ કમાલ ગુજરાતમાં પણ કરશે તેવી વાત ગરબામાં રજૂ કરાઇ છે.

ગરબાના બોલ છે, “કેજરીવાલ, કેજરીવાલ, ગુજરાતમાં આવશે કેજરીવાલ” ગુજરાતમાં યોજાનારી આગામી ચૂંટણીના પ્રચાર માટે ખાસ આ ગરબો તૈયાર કરાયો હોવાનું મનાઇ રહ્યુ છે. વીડિયોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ટોપી પહેરીને ગરબા કરતા નજરે પડે છે.

Next Story