Connect Gujarat
ગુજરાત

પૂર્વ પતિએ એક વર્ષના બાળકની સામે દંપતિ પર ચાકુથી કર્યો હુમલો

પૂર્વ પતિએ એક વર્ષના બાળકની સામે દંપતિ પર ચાકુથી કર્યો હુમલો
X

સુરતમાં પલસાણા ખાતેના શોપિંગ સેન્ટરમાં નિંદ્રાધીન પતિ-પત્ની પર મહિલાના પૂર્વ પતિએ 1 વર્ષના બાળકની સામે ચપ્પુના ઘા મારી હુમલો કર્યો હતો. જેમાં મહિલાના પતિની સ્થિતી હાલ નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ હુમલાનો ભોગ બનેલી પીડિતાએ જણાવ્યું હતું કે 2009માં તેના લગ્ન કાનપુરના ઇટાવાના ટ્રક ડ્રાઇવર રામશંકર તિવારી સાથે થયા હતા. જોકે, પીડિતાનો પતિ વારંવાર મારઝૂડ કરતો હોવાથી તેણે છૂટાછેડા લઇને રામશંકરના પિતરાઇ ભાઇ પીરવાશંકર સાથે લગ્ન કરી લીધા હતા. તેમજ ત્યારબાદ તેઓ સુરત આવી ગયા હતા. તેમને એક પુત્ર પણ છે.

unnamed-1

પૂર્વ પતિને મહિલાના અન્ય લગ્નની જાણ થતા તે સુરત આવ્યો હતો અને મહિલાના વર્તમાન પતિ સાથે મિત્રતા કેળવી હતી. સોમવારે રાત્રે જ્યારે દંપતિ નિંદ્રાધીન હતું ત્યારે પૂર્વ પતિએ ચપ્પાના ઘા મારી હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિને પાડોશીઓએ 108ની મદદથી સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મહિલાના પતિની સ્થિતી નાજુક જણાવાઇ રહી છે.

Next Story