Connect Gujarat
દેશ

રોજગારીની તકો માટે જરૂરી છે સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ

રોજગારીની તકો માટે જરૂરી છે સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ
X

ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે. કુલ વસ્તીના 64 ટકા લોકોનો નોકરી-ધંધા સાથે સંકળાયેલા છે. જેમાં 2021 સુધી 464 મિલિયન લોકોનો વધારો થવાનું અનુમાન છે.

ટોટલ વર્કફોર્સના માત્ર 2 ટકા લોકો જ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ લે છે. જેની સરખામણીએ 2022 સુધી 500 મિલિયન લોકોને તાલીમની જરૂરિયાત ઉભી થઇ શકે છે.

તે પ્રમાણે દર વર્ષે 12 મિલિયન લોકોને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગની જરૂરિયાત છે. જેના પ્રમાણમાં દર વર્ષે માત્ર 4.3 મિલિયન લોકોને જ તાલીમ આપવાની ક્ષમતા છે.

વધુમાં વધુ યુવાનોને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે તે માટે સરકાર, ઉદ્યોગજગત અને શૈક્ષણિક સંસ્થાઓનો ફાળો મહત્વનો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ અંગે ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. સરકાર તરફથી તે માટે ઘણાં પ્રોગ્રામ પણ દાખલ કરવામાં આવ્યા છે.

કેટલીક ખાનગી કંપનીઓ પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમના કર્મચારીઓને ઇન હાઉસ ટ્રેનિંગ ફેસિલીટી આપી રહી છે.

Next Story