Connect Gujarat
ગુજરાત

ચલણી નોટ સાથે અફવા બજાર માં ગરમાટો

ચલણી નોટ સાથે અફવા બજાર માં ગરમાટો
X

કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000 રૂપિયા ની ચલણી નોટો બંધ કરવા માટે સર્જેલી આર્થિક સર્જીકલ સ્ટ્રાઇક બાદ ઠેર ઠેર માત્ર આ અંગેની જ ચર્ચા ઓ ચાલી રહી છે,બેંકો માં ગ્રાહકો ના ચલણી નાણું બદલાવવા ની કતારો સાથે અફવા બજારે પણ જોર પકડયુ છે.

દેશ ના ચલણ માંથી રૂપિયા 500 અને 1000 રૂપિયા ની બાદબાકી કરવામાં આવતા લોકો પાસે રહેલી આ નોટો ને યોગ્ય રીતે વટાવવા ની પળોજણ માં લાગી ગયા છે,બેંકો દ્વારા પણ રજાના દિવસે સર્વિસ ચાલુ રાખીને ગ્રાહકો ને સેવા આપી રહ્યા છે.મંગળવાર ની રાત્રી થી શરુ થયેલી આ ચલણ ની ચર્ચો હજી પણ ફૂલ ગુલાબી ઠંડી માં ગરમાટો આપી રહી છે.

ખેર ચલણ ની ચર્ચા નો ચરૂ હજી સમ્યો નહતો કે અફવા બજારે જોર પકડયુ છે અને ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ પણ આવી વાતો માં વિશ્વાસ મૂકીને વહાણ હાંકી રહયા છે.જાણવા મળ્યા મુજબ રૂપિયા 500 અને 1000 ની નોટો બંધ થવાથી મીઠાની અને ખાંડની ગંભીર તંગી સર્જાય હોવાની વાતે અચાનક વેગ પકડતા લોકોએ મીઠું ખરીદવા માટે રીતસર દુકાનો બહાર લાઈન લગાવી રહ્યા છે,અને ગ્રાહકો ની ઉતાવળી માંગ ને ધ્યાન માં રાખીને તક સાધુ વેપારીઓ એ સસ્તા ભાવના મીઠા નો ભાવ 250 થી 400 સુપિયા સુધીનો વસૂલી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને આવી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામાં આવી છે અને મીઠાનો તેમજ ખાંડનો પુરતો સ્ટોક હોવાની પણ ખાતરી આપી હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story