Connect Gujarat
સમાચાર

શિયાળાની ઠંડીમાં ' મેથીના લાડુ ' રાખશે તમને હેલ્થી અને ફિટ

શિયાળાની ઠંડીમાં  મેથીના લાડુ  રાખશે તમને હેલ્થી અને ફિટ
X

સામગ્રી :-

# 1 કપ ઘઉંનો લોટ

# 2 કપ સોયાબીનનો લોટ

# 1 કપ કાજુનો પાઉડર

# 1/2 કપ બદામનો પાઉડર

# 1/2 કપ પીસ્તાનો પાઉડર

# 2 કપ સૂકું કોપરું - છીણેલું અને શેકેલું

# 50 ગ્રામ તળેલા ગુંદરનો પાઉડર

# અડધો કપ ખારેકનો પાઉડર

# 50 ગ્રામ મેથીનો દાણા

# 2/5 કપ ગોળ

# 500 ગ્રામ ઘી

બનાવવાની રીત :-

# સૌ પ્રથમ એક પેન ગરમ કરો,

# ત્યાર બાદ એ ગરમ થાય એટલે ગેસ બંધ કરો અને એમાં મેંથીના દાણા થોડી વાર રાખી મુકો

# પછી શેકેલા મેથીના દાણાને કરકરા પીસી લો.

# એક બાઉલમાં બે કપ જેટલું ગરમ ઘી લો. એમાં મેથી અને ગુંદરનો પાઉડર મિક્સ કરો

# આ મિશ્રણને 15 મિનિટ સુધી ફીણીને એકરસ કરો

# આ રીતે આ મિશ્રણને આઠ દિવસ સુધી એક દિવસ છોડીને એક દિવસ 15 મિનિટ ફીણવું

# આ રીતે ઘીમાં ફીણવાથી મેથીની કડવાશ ઓછી થાય છે

# હવે પેન ગરમ કરી એમાં કાજુ બદામ પિસ્તા અને ખોરાકના પાઉડરને જુદા જુદા ઘીમાં શેકી લો

# ઘઉંનો લોટ અને સોયાબીનનો લોટ પણ આ જ રીતે ઘીમાં શેકી લો

# એક મોટા બાઉલમાં આ બધી જ શેકેલી સામગ્રીઓ અને મેથી ગુંદરનું મિશ્રણ મિક્સ કરો

# એક પેનમાં ગોળ લઈ બેથી ત્રણ ચમચા પાણી ઉમેરો અને ગરમ કરો

# ગોળ સરખો ગરમ થાય એટલે લાડુની સામગ્રી ઉમેરી હાથની બરાબર મિક્સ કરો.

# મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લો અને ઠંડા થાય એટલે સર્વ કરો.

Next Story