Connect Gujarat
ગુજરાત

 રૂપિયા 13860 કરોડ ના ડિક્લેરેશન નું રહસ્ય અકબંધ 

 રૂપિયા 13860 કરોડ ના ડિક્લેરેશન નું રહસ્ય અકબંધ 
X

અમદાવાદના જમીન દલાલ મહેશ શાહ દ્વારા IDS સ્કિમ થાકી રૂપિયા 13860 કરોડનું કાળુ નાણું જાહેર કર્યાબાદ તેઓ તેનો પ્રથમ હપ્તાનો ટેક્સ આયકર વિભાગમાં ભરી ન શકતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી.

મિડીયામાં વહેતા થયેલા અહેવાલો બાદ તેઓ અમદાવાદ થી મુંબઈ જતા રહ્યા હતા.જોકે મહેશ શાહ તારીખ 3જી ડિસેમ્બર ના રોજ મિડીયા સમક્ષ હાજર થયા હતા અને ચોંકાવનારી કબૂલાત કરી હતી.

મહેશ શાહની મિડીયા ઓફિસ માંથી જ આયકર વિભાગે અટકાયત કરીને પૂછપરછ શરુ કરી હતી.મોડી રાત્રી સુધી ચાલેલી આ પૂછપરછ દરમિયાન મહેશ શાહે આ કાળુ નાણુ તેઓનું નથી અને મોટા કમિશનની લાલચમાં આવી જઈને તેઓએ આટલુ મોટુ જોખમ માથે લીધુ હોવાણી કબૂલાત કરી હતી.

મહેશ શાહે આ નાણું રાજકારણીઓ,વેપારીઓ અને બીલ્ડરોનું હોવાનું IT વિભાગને જણાવ્યુ હતુ પરંતુ તેઓએ હજી સુધી કોઈના નામ જણાવ્યા નથી પરંતુ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનું તેઓએ IT અધિકારીઓને જણાવ્યુ છે.

પોતાના પરિવાર પર પણ જોખમ હોવાનું જણાવતા મહેશ શાહના પરિવારને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યુ છે.ટૂંક જ સમયમાં રૂપિયા 13860 કરોડ ના રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેમ જાણવા મળ્યુ છે.

Next Story