Connect Gujarat
દેશ

કલ ખેલમેં હમ હોના હો ગર્દિશ મે તારે રહેંગે સદા, શો મેન રાજ કપુરની જીવનની સફર

કલ ખેલમેં હમ હોના હો ગર્દિશ મે તારે રહેંગે સદા, શો મેન રાજ કપુરની જીવનની સફર
X

હિન્દી ફિલ્મ જગતમાં બ્લેક એન્ડ વ્હાઇટના જમાનામાં પણ શો મેનનું બિરુદ મેળવવાનાર રાજ કપુરે સ્પોટ બોય થી મહેનત અને લગન થી અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સુધીની સફરની સર્વશ્રેષ્ઠ ઉંચાઈ સર કરી હતી.

14 ડિસેમ્બર 1924ના રોજ રાજ કપુરનો જન્મ પેશાવરમાં થયો હતો, તેઓને અભ્યાસ ક્ષેત્રે ઓછો રસ હોવાના કારણે રાજ કપુરે પોતાનું ભણતર ધોરણ દસ સુધીની અભ્યાસ કર્યો હતો અને તે પણ અધવચ્ચે છોડી દીધો હતો.

પિતા પૃથ્વીરાજ કપુરે તેઓને કહ્યુ હતુ કે નીચલા સ્તર થી કામ કરવાની શરૂઆત કરશો તો ઉંચાઈ સુધી પહોંચશો. બસ પિતાની આજ વાતને રાજ કપુરે જીવનના ઘડતરમાં ઉતારી દીધી હતી અને નાની ઉંમર થી જ કામ કરવાની શરૂઆત કરી હતી, જેમાં તેઓએ પ્રથમ સ્પોટ બોય તરીકે કામ કરતા હતા અને એક સમયે પિતા પૃથ્વીરાજ ને એમ હતુ કે રાજ વધુ કંઈ શરુ કામ નહિ કરી શકે. પરંતુ પિતાની આ થિયરીને તેઓએ ખોટી સાબિત કરી હતી અને હિન્દી ફિલ્મ જગતમાં કપુર પરિવારનું મોટુ નામ હોવાછતાં રાજ કપુરે સંઘર્ષ કરીને શ્રેષ્ઠ ઉંચાઈને પામ્યા હતા.

સ્પોટ બોય

રાજ કપુરનો ફિલ્મોમાં એક અલગજ અંદાજ હતો તેઓએ પ્રેમ કહાનીઓ ને ફિલ્મોમાં માદક અંદાજમાં પરદા પર રજુ કરીને અલગ ઓળખ ઉભી કરી હતી. અને તેઓ પોતાના સમયના સૌથી મોટા શો મેન તરીકે ઓળખાતા હતા.

દિવંગત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક રાજ કપુર ને એક્ટિંગ સહિતની ક્ષમતા ઓ પિતા થી વિરાસતમાં મળી હતી. રાજ કપુરને 1971માં પદ્મભૂષણ, 1987માં હિન્દી સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1960માં અનાડી અને 1962માં જિસ દેશ મેં ગંગા બહતી હૈ માં અભિનય બદલ સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 1965માં સંગમ, 1970માં મેરાનામ જોકર અને 1983માં પ્રેમ રોગ સર્વશ્રેષ્ઠ નિર્દેશક માટે ફિલ્મ ફેર પુરસ્કાર થી પણ રાજ કપુર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ કપુર ને એક એવોર્ડ સમારંભમાં હૃદય રોગનો હુમલો થયો હતો અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ માં ભરતી કરાયા હતા જ્યાં તેઓ એક મહિના સુધી ઝઝૂમીને મોત ને માત આપી હતી પરંતુ 2 જૂન 1988 ના દિવસે તેઓએ અંતિમ શ્વાસ લેતા હિન્દી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડયો હતો,અને તેઓની ફિલ્મ મેરા નામ જોકર ના એક ગીત ના બોલ "કલ ખેલ મેં હમ હોના હો ગર્દિશ મે તારે રહેંગે સદા" આજે પણ જીવંત રહ્યા છે.

Next Story