Connect Gujarat
ટેકનોલોજી

નાસા દ્વારા વાવાઝોડાના અભ્યાસ માટે 8 નાના ઉપગ્રહો લોન્ચ કરાયા

નાસા દ્વારા વાવાઝોડાના અભ્યાસ માટે 8 નાના ઉપગ્રહો લોન્ચ કરાયા
X

યુએસની સ્પેસ એજન્સી નાસા દ્વારા 8 નાના ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે જે વાવાઝોડા અંગેની માહિતી મેળવવા હવામાન ખાતાને મદદરૂપ થશે.

આ ઉપગ્રહોમાં ચક્રવાત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (CYGNSS) લાગેલી છે જેને યુએસ એરોસ્પેસ કંપની ઓર્બિટલ ATKના પૅગસુસ એક્સએલ રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યા હતા.

નાસા એ જણાવ્યું હતું કે $157 મિલિયનનું CYGNSS મિશન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર કામ કરશે જે સમુદ્રી સપાટી પરના તોફાની વાવાઝોડાને માપવાનું કાર્ય કરશે.

વધુમાં જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જયારે ઉપગ્રહો વાવાઝોડા અને ભારે વરસાદ સાથે જમીન પર પહોંચે તે પહેલા જ ઝડપ થી આ અંગેની આગાહી થઇ શકશે.

Next Story