Connect Gujarat
ગુજરાત

જાણો કેશલેસ ટ્રાન્જેકશનમાં કઈ બાબતોનું રાખશો ધ્યાન

જાણો કેશલેસ ટ્રાન્જેકશનમાં કઈ બાબતોનું રાખશો ધ્યાન
X

ડિજીટલ ઇન્ડિયાના પ્રથમ પગથિયા સમાન કેશલેસ ટ્રાન્જેક્શનને ભારત સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે જે બાબતને હવે લોકો પણ સ્વીકારતા થયા છે ત્યારે ક્યાંક ઘણાખરા લોકો આ સિસ્ટમથી છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે.

ઓનલાઇન અને કેશલેસ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ સાવધાની ન રહેતા લોકો કેશલેશ ક્રાઈમનો ભોગ પણ બની રહ્યા છે. હાલમાં જ રાજકોટમાં કેશલેસ ક્રાઈમના બે બનાવો બન્યા. આ બંને બનાવો નોટ બંધી બાદના છે. અરજદારોએ ભોગ બન્યા બાદ તુરંત સાયબર સેલનો સંપર્ક કરતા બંનેની રકમ પાછી પણ આવી ગઈ હતી. પરંતુ દરેક કેસમાં ભોગ બનનારને ગુમાવેલી રકમ પરત મળે તે શક્ય હોતુ નથી.

16 જુન 2016 થી લઈ 17 ડિસેમ્બર 2016 સુધી રાજકોટ સાયબર સેલમાં 156 કેસ એટીએમ ફ્રોડના નોંધાયા હતા. જ્યારે 54 કેસ સોશિયલ મિડિયા ફ્રોડના નોંધાયા હોવાનું જાણવા મળ્યુ છે.

રાજકોટના સાયબર નિષ્ણાંત દ્વારા સાયબર ફ્રોડ થી સુરક્ષિત રહેવા માટેના સૂચનો કર્યા છે.

સાયબર ફ્રોડથી બચવા શું કરશો :-

1.વારંવાર એટીએમ પીન ચેન્જ કરતા રહેવુ.

2. સાર્વજનિક કોમ્પ્યુટરમાંથી બેંકીગ ટ્રાન્ઝેકશન ન કરવા.

3. ઈમેઈલ, ફોન, ટેક્સ્ટ મેસેજ દ્વારા બેંકીગને લગતી માહિતી ન આપવી.

4. સરળ પીન નંબર ન રાખવા દા.ત બર્થ ડેટ, મેરેજ એનિવર્સરી ડેટ.

5. શંકા થતાં જ પીન નંબર બદલવા

6. ઈમેઈલ કે ડેકસ્ટોપ પર કાર્ડ નંબર કે પીન નંબર ન રાખવા.

કનેકટ ગુજરાતની સાથેની વાતચીતમાં સાયબર એક્ષપર્ટ પી આઈ એન.એન.ઝાલા એ જણાવ્યુ હતુ કે હાલ ડિમોનેટાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે. લોકો મોટા ભાગે હાલ એટીએમનો વધુ ઉપયોગ કરતા થયા છે. ત્યારે તેમણે હવે એટીએમ ફ્રોડથી બચવા કેટલાંક ઉપાયો પણ કરવા જોઈએ. દાખલા તરીકે વારંવાર પીન ચેન્જ કરવો. તો પોતાનો ઓટીપી કે બર્થ ડેટ નો પાસવર્ડ ન રાખવો. તેમજ એવો કોઈ પણ જાતનો પાસવર્ડ ન રાખવો કે જેથી કોઈ સરળ રીતે તમારો પાસવર્ડ હેક કરી શકે.

ઓનલાઇન ટ્રાન્જેક્શન માટેની બેંકીંગ ના અગત્યના નિયમો :-

  1. જો ભુલ બેંક કે તેના કર્મિની હશે તો બેંક તમામ રકમ પાછી આપશે.
  2. જો ભુલ ગ્રાહક કે બેંક બંને માંથી કોઈની નહી હોઈ તો બેંક એક સીમા સુધી રકમ પાછી આપશે.
  3. જો લોટરી, ઈમેઈલ દ્વારા ફંડ ટ્રાન્સફર ફ્રોડનો બનાવ બને તો બેંક સૌ પ્રથમ તપાસ કરશે કે ફ્રોડમાં તેના કર્મિનો કે કોઈ હાથ છે કે કેમ. જો બેંક તપાસમાં હાથ ખુલશે તો બેંક પુરેપુરી રકમ પાછી આપશે. પરંતુ ફ્રોડમાં ગ્રાહક કે બેંકમાંથી કોઈની પણ ભુલ સાબિત ન થાય તો બેંક માત્ર રૂ.5000 જેટીલી રકમ પાછી આપશે.

કેશલેસ વ્યવહારને સૌકોઈ આવકાર આપી રહ્યુ કે ત્યારે લોકોએ આ સરળ પદ્ધતિને અપનાવતા પહેલા થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે અને બેંકો દ્વારા પણ ગ્રાહકોને આ સંદર્ભે સુચિત કરવામાં આવે તે જરુરી છે.

Next Story