Connect Gujarat
દેશ

કાશ્મીર ખીણમાં ભારે બરફવર્ષાના પગલે વાહન વ્યવહાર સહિત વિમાની સેવા ખોરવાય

કાશ્મીર ખીણમાં ભારે બરફવર્ષાના પગલે વાહન વ્યવહાર સહિત વિમાની સેવા ખોરવાય
X

કાશ્મીર ખીણમાં ભારે બરફવર્ષાના કારણે વાહન વ્યવહાર સહિત વિમાની સેવાઓ પ્રભાવિત થઇ છે, અને જયારે હિમ વર્ષ બંધ થશે ત્યારેબાદ જ સામાન્ય જનજીવન ધબકતું થશે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

કાશ્મીર ખીણ વિસ્તારમાં સતત બરફવર્ષાના કારણે બનિહાલમાં જવાહર ટનેલ નજીક બરફ જામી ગયો હતો. જેના કારણે જમ્મુ - શ્રીનગર ધોરીમાર્ગ બંધ કરાયો અને વાહનોના પૈંડા થંભી ગયા હતા. શ્રીનગર એરપોર્ટ રનવે પર પણ બરફ જામી જતા વિમાની સેવા ને પણ માઠી અસર પહોંચી છે.

કહેવાય છે કે હવામાન સુધરશે તે પછી જ વિમાનસેવા શરૂ થશે. બીજી તરફ દિલ્હી - એનસીઆર સહિત પુરા ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. શ્રીનગર ખાતે શુક્રવારે ચાર ઇંચ બરફ વરસ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે ખીણ વિસ્તારમાં કેટલાક દિવસ સુધી આવુ જ વાતાવરણ રહેશે, જોકે રજાઓ ગાળવા આવેલા પ્રવાસીઓને બરફવર્ષા આનંદ માની રહ્યા છે.

Next Story