Connect Gujarat
ગુજરાત

વડોદારાના આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસના દરોડા 

વડોદારાના આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસના દરોડા 
X

પાંચ યુવતીઓ સહિત 11 પાર્ટીબાજોની પોલીસે કરી ધરપકડ

વડોદરાના આંકલાવ ફાર્મ હાઉસમાં સોમવારની રાત્રીએ ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરીને ઉજાણી કરતા લોકોના રંગમાં ભંગ પાડયો હતો,અને પાંચ યુવતીઓ સહિત 11 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરાના આંકલાવ રંજેવાડ સીમમાં આવેલા રજનીકાંત પરસોત્તમભાઈ પટેલના ખેતરમાં આવેલ તેઓના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી આંકલાવ પોલીસને મળી હતી,ચોક્કસ બાતમીના આધારે પોલીસે દારૂની પાર્ટી પર દરોડા પડતા ઉજાણી કરતા શોખીનોમાં નાશભાગ મચી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ફાર્મ હાઉસના માલિક રજનીકાંત પટેલનો પુત્ર નિલેશ અમેરિકાથી આવ્યો હોય તેના મિત્રો સાથે ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પોલીસે ઘટના સ્થળ પરથી વિદેશી શરાબ અને બિયરની બોટલો તેમજ એક એક્ટિવા તથા બાઈક મળીને કુલ રૂપિયા 67,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આ પ્રોહિબિશનના ગુના સબબ પાંચ યુવતીઓ સહિત 11 લોકોની ધરપકડ કરીને તમામનું તબીબી પરીક્ષણ કરાવ્યુ હતુ.

Next Story