Connect Gujarat
ગુજરાત

ખોડલધામમાં 1008 કુંડી યજ્ઞની તૈયારી પૂર્ણ

ખોડલધામમાં 1008 કુંડી યજ્ઞની તૈયારી પૂર્ણ
X

રાજકોટના કાગવડન ખોડલધામમાં હાલ પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તારીખ 20મી જાન્યુઆરીના રોજ 1008 કુંડી યજ્ઞ કરવામાં આવશે.

આ યજ્ઞમાં આહુતિ આપવા માટે અસલ ચંદનના કાસ્ટનો ઉપયોગ કરવામાં આવશે, જેની અંદાજી કિંમત 11 લાખ થી પણ વધુ હોવાનું કહેવાય છે. જયારે હવનમાં તુલસી, મધ, કેસર, હળદર સહિતની સામગ્રીઓ દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવશે.

unnamed (1)

આ ઉપરાંત 21 જે મુખ્ય યજમાન છે તેઓને પૂજન અર્થે ચાંદી તેમજ સુવર્ણ વાટકા, ચમચી અને થાળી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હેલીકૉપટર થી પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે, તેમજ પ્રાણપ્રતિષ્ઠામાં આવતા શ્રદ્ધાળુઓ એ હેલીકૉપરની શેર કરીને ખોડલધામ પરિસરની હવાઈ મુસાફરીનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે.

Next Story