Connect Gujarat
ગુજરાત

ભરૂચ ના હિલવ્યુ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગથી નાશભાગ

ભરૂચ ના હિલવ્યુ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગથી નાશભાગ
X

ભરૂચ ઝાડેશ્વર રોડને અડીને આવેલ હિલવ્યુ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગની ઘટના બની હતી.

હિલવ્યુ શોપિંગ સેન્ટરમાં આવેલ એક દુકાનમાં કોઈક કારણોસર આગ લાગી હતી.દુકાનમાંથી ધુમાડા નીકળતા સ્થાનિક લોકો માં નાશભાગ મચી ગઈ હતી.

ઘટના અંગેની જાણ નગર પાલિકાના ફાયર સ્ટેશન માં કરવામાં આવતા લાયબંબા સાથે લાશ્કરો દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા.

પ્લાયવુડ સહિત ફર્નિચરના સામાનની દુકાન માં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. અને આગથી મોટી નુકશાનીનો અંદાજ પણ લગાવવા માં આવી રહ્યો છે.

Next Story