Connect Gujarat
દેશ

જમ્મુમાં હિમસ્ખલન થતા એક આર્મી જવાન શહીદ

જમ્મુમાં હિમસ્ખલન થતા એક આર્મી જવાન શહીદ
X

એક જ પરિવારના ચાર સભ્યો પણ બન્યા મોતનો કોળિયો

જમ્મુ કાશ્મીરના સોનબર્ગ વિસ્તારમાં આવેલા આર્મી કેમ્પ પર હિમસ્ખલનનો પ્રકોપ થતા એક જવાન મોતને ભેટ્યો હતો. જયારે આઠ જવાનને બચાવી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ તુલેલાં વિસ્તારમાં આવેલા બુંદે ગામના એક મકાન પર બરફ તૂટી પડતા એક જ પરિવારના ચાર સભ્યો દટાઈ જવાથી મોતને ભેટ્યા હતા. જયારે એકને બચાવી લેવામાં આવ્યો હતો, અને તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ રાહત તેમજ બચાવની કામગીરી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી હતી. તેમજ હિમવર્ષાના કારણે હિમસ્ખલનની શક્યતાને કારણે ઉંચાઈ પર રહેતા લોકોને સલામત જગ્યાએ જવાની સલાહ આપવામાં આવી હતી.

Next Story