Connect Gujarat
ગુજરાત

એક્સપ્રેસ વેમાં સંપાદિત જમીનના યોગ્ય વળતર માટે દેરોલ ગામના ખેડૂતોએ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત

એક્સપ્રેસ વેમાં સંપાદિત જમીનના યોગ્ય વળતર માટે દેરોલ ગામના ખેડૂતોએ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત
X

ભરૂચ જિલ્લાના દેરોલ ગામના ખેડૂતો કે જેમને પોતાની મહામુલી જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદિત કર્યાબાદ યોગ્ય વળતર માટે વલખા મારી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના દેરોલ ગામના ખેડૂતોની અંદાજિત 50 હેકટર જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે ફાળવવામાં આવી છે, પરંતુ ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર મળતુ ન હોવાની અંગેની લેખિતમાં રજૂઆત ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર,જમીન સંપાદન વિભાગ સહિત ઉચ્ચ કક્ષા સુધી કરવામાં આવી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ દેરોલ ગામનો સમાવેશ આમ બૌડામાં કરવામાં આવ્યો છે,જોકે ગામના માળખાનું સંચાલન હજી પણ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે.જે જમીન એક્સપ્રેસ વે માટે સંપાદિત કરવામાં આવી છે તે જમીનનું પુનઃ મૂલ્યાંકન પણ કરી શકાયુ નથી.જમીન વળતર માટે જમીનની જંત્રી ગામડાની અને સમાવેશ શહેરમાં કરવાનો આ અન્યાય પૂર્ણ નિર્ણય હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

વધુમાં ખેડૂતો દ્વારા દેરોલ ગામને ગામડુ ગણીને તેઓને વળતર તથા આશ્વાશન રકમ બધુ મળી જમીનની જંત્રીનું 4 ગણુ વળતર મળે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story