Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર ખાતે સાંસદ અહેમદ પટેલની ઉપસ્થિતિમાં જન વેદના સંમેલન યોજાયુ

અંકલેશ્વર ખાતે સાંસદ અહેમદ પટેલની ઉપસ્થિતિમાં જન વેદના સંમેલન યોજાયુ
X

નોટબંધીની વર્તમાન પરિસ્થિતિને લઈને કોંગી નેતાઓના ભાજપ સરકાર પર આકરા પ્રહારો

અંકલેશ્વર શહેર ખાતેની જીનવાલા હાઈસ્કૂલ નજીક કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ખાતે યોજાયેલ જન વેદના સંમેલનમાં રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલે જનસભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે દિવસે નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો તે દેશ અને વિશ્વમાં કાળા અક્ષરે લખાશે,દેશની પ્રજાને ખુબજ વેદના વેઠવી પડી છે.મોદી સરકાર દેશમાં પરિવર્તનની વાતો કરે છે,ત્યારે ઉન્નતિ માંથી દુર્ગતિ અને અજવાળા માંથી અંધારા માં જઈએ એ પણ પરિવર્તન છે.મોદી સરકારનું પરિવર્તન પણ દુર્ગતિનું,અંધારાનું અને માત્ર નિરાશામાં લઇ જનારૂ હોવાના તીખા પ્રહાર તેઓએ કર્યા હતા.

વધુમાં અહેમદ પટેલે મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી,પણ વધ્યો છે.નોટબંધી બાદ કાળુ નાણું પણ 30 થી 40 ટકાના દરે બદલવાનો ભ્રષ્ટાચાર થયો છે.કેન્દ્ર સરકારના રાજમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ ખતમ કરી દીધું છે.અહેમદ પટેલે નોટબંધીને દુનિયાનું સૌથી મોટુ કૌભાંડ ગણાવ્યુ હતુ.અને એ છૂપું રહેશે નહિ તેમ જણાવ્યુ હતુ.

જ્યારે જન વેદના સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અશોક પંજાબીએ ગાંધી અને નહેરુના દેશમાં બે ગુંડા મોદી અને અમિત શાહ પેદા થયા હોવાનું જણાવ્યુ હતુ.ઉપરાંત તેઓએ ભાજપના રાજમાં મુસ્લિમ અને દલિતો પર અત્યાચાર વધ્યા હોવાનું જન સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ.

આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પણ મોદી સરકાર પર વાક્બાણ છોડતા પ્રહારો કર્યા હતા કે અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે તે અહેમદ પટેલના પ્રયાસો થકી આવી છે,જયારે ભાજપની સરકાર સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા,ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ ગુજરાતભર ની ઔદ્યોગિક વસાહતોમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા પડી ભાંગ્યા છે.વધુમાં તેઓએ મોદીની સરખામણી રંગ બદલતા કાચીંડા સાથે કરી હતી.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ તુષાર ચૌધરીએ પણ મોદી સરકારને આડે હાથ લીધી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,સહિતના કોંગી આગેવાનો,હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story