Connect Gujarat
ગુજરાત

વાગરા ચીમન ચોક વિસ્તારમાં આવેલ ત્રણ મંઝીલા મકાનમાં આગ લાગતા દોડધામ 

વાગરા ચીમન ચોક વિસ્તારમાં આવેલ ત્રણ મંઝીલા મકાનમાં આગ લાગતા દોડધામ 
X

ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

વાગરા ચીમન ચોક વિસ્તારમાં ત્રણ મંઝીલા મકાનમાં તારીખ 8મીની રાત્રે રાતના એક વાગ્યાના આસપાસ કોઈક કારણસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાને પગલે મધ્યરાત્રીએ ભારે નાશભાગ મચી ગઈ હતી.બનાવને પગલે સ્થાનિકોએ દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ આગ ઇસ્માઇલ પીસાદીના ઘરમાં ત્રીજા માળે સોટ સર્કિટના કારણે લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.જો કે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ દિલીપ ફુલચંદના મકાનના ત્રીજો માળ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો.વિકરાળ આગને પગલે મહિલાઓએ તેમજ બાળકોએ બુમરાણ મચાવતા નાશભાગ મચી જવા પામી હતી.

ભયંકર બનતી આગને બુઝાવવા એક જાગૃત નાગરિકે મામલતાર વિનોદ ગોહિલને ટેલિફોનિક જાણ કરતા તેઓએ ગેઇલ,ગ્રાસીમ અને ઓએનજીસીના ફાયર ફાઇટરને જાણ કરતા તાબડતોબ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આ સાથે સમય સૂચકતા દાખવી વાગરા નગરની લાઈટો બંધ કરાવી દીધી હતી.લાશ્કરોએ પાણીનો મારો ચલાવતા પાંચ કલાકના અંતે આગ પર સંપૂર્ણ કાબુમાં મેળવી લેવામાં આવ્યો હતો.

આ આગમાં મોટી નુકસાનીનો અંદાજ લગાવાય રહ્યો છે. પરંતુ કોઈ જ જાનહાની ના થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story