Connect Gujarat
ગુજરાત

ભરૂચ ઘરડા ઘરના વૃદ્ધો સાથે રંગોત્સવ માનવતુ રાષ્ટ્રીય હિન્દૂ સેના

ભરૂચ ઘરડા ઘરના વૃદ્ધો સાથે રંગોત્સવ માનવતુ  રાષ્ટ્રીય હિન્દૂ સેના
X

ભરૂચના ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધો સાથે રંગોત્સવની ઉજવણી રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા કરવામાં આવી હતી,પોતાના પરિવારથી અલગ રહેતા આ વૃદ્ધોને રંગો થી ખુશી આપવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.ઘરડા રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ધુળેટી પર્વની ઉજવણી ભરૂચના ઘરડા ઘર ખાતે કરવામાં આવી હતી,જેમાં રાષ્ટ્રીય હિન્દૂ સેનાના પ્રમુખ કે.ડી.મિશ્રા,ભરૂચ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ ડી.સી.સોલંકી,આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના પ્રમુખ મુકેશ ભગત,વિકાસ સિંહ,ઘી ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રોજેક્ટ કોર્ડીનેટરો મિત ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ઘરડારાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધો સાથે જુદા જુદા રંગો દ્વારા તિલક હોળી રમીને તેઓના ચહેરા પર ખુશી લહેરાવવાનો પ્રયાસ કર્યો હતો,અને રંગમય તહેવારની ઉજવણી કરીને વૃદ્ધો એ પણ ભાવનાત્મક લાગણી વ્યક્ત કરી હતી.

Next Story