Connect Gujarat
ગુજરાત

ગુજરાત પ્રદેશ કક્ષાના NCP કાર્યાલયનો શરદ પવારના હસ્તે થશે પ્રારંભ

ગુજરાત પ્રદેશ કક્ષાના NCP કાર્યાલયનો  શરદ પવારના હસ્તે થશે પ્રારંભ
X

ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના એસ જી હાઇવે પર આવેલ શપથ હેક્ઝા ખાતે પ્રદેશ કક્ષાના નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યાલયનું ઉદ્દઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના હસ્તે કરવામાં આવશે.

તારીખ 19મી માર્ચ 2017ના રોજ રવિવારે સવારે 11 કલાકે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર વિશેષ ઉપસ્થિત રહીને પ્રદેશ કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે, આ પ્રસંગે ભૂતપૂર્વ ઉડ્ડયન મંત્રી અને ઉદ્યોગ મંત્રી, સાંસદ પ્રફુલ્લભાઈ પટેલ સહિત NCPના ધારાસભ્યો, હોદ્દેદારો તેમજ રાજ્યભર માંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. NCPની પ્રદેશ કાર્યાલયના ઉદ્દઘાટન બાદ શરદ પવાર જાહેરસભાને પણ સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિદ્યાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યમાં NCPની વધી રહેલી લોકપ્રિયતા ભાજપ-કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બની છે.

Next Story