Connect Gujarat
ગુજરાત

જનની ચિંતન સભાની પ્રવૃત્તિને બિરદાવતા અંજલિબેન રૂપાણી

જનની ચિંતન સભાની પ્રવૃત્તિને બિરદાવતા અંજલિબેન રૂપાણી
X

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનની ચિંતન સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ બહેનોને સંબોધન કરીને ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવી હતી.

માતૃ ગૌરવને ઉજાગર કરતી જનની ચિંતન સભામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અને અગ્રણી મહિલા સમાજ સેવિકા અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે અંજલીબેન રૂપાણીએ બહેનોને સંબોધન કર્યુ હતુ,અને જનની ચિંતન સભાની માતૃ ગૌરવ પ્રવૃત્તિને બિરદાવી હતી.

અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે સ્કૂલ કોલેજના પ્રસંગોના સંસ્મરણો યાદ કરીને કચરો વીણતા બાળકો માટે કરેલી સામાજિક પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી.અને સંસ્કાર કેન્દ્ર શરુ કરીને આવા બાળકોનું જીવન ધોરણ સુધરે તે સંદર્ભે ના પ્રયત્નો કરીને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યુ હતુ.વધુમાં તેઓએ જનની ચિંતન સભા દ્વારા મહિલાઓના આત્મ ગૌરવ માટેની સ્તુત્ય પ્રયાસ થકી સમાજમાં એક નવુ ઉદાહરણ પૂરું પાડયુ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા સહિત ઉદ્યોગ અગ્રણીઓ,તેમજ જનની ચિંતન સભાના સુધાબેન વડગામા,ડો.અંશુ તિવારી,સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા.

Next Story