Connect Gujarat
ગુજરાત

ભરૂચ પોલીસે ઓરા ગામે થી 12 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે 7 ની કરી ધરપકડ

ભરૂચ પોલીસે ઓરા ગામે થી 12 લાખ ઉપરાંતના  વિદેશી દારૂ સાથે 7 ની કરી ધરપકડ
X

ભરૂચ જિલ્લામાં સ્ટેટ વિજિલન્સના જુગાર તેમજ દારૂની બદી ફેલાવતા તત્ત્વો પર તવાઈ બોલાવતા હવે જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે.વાગરા તાલુકાના ઓરા ગામેથી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરીને રૂપિયા 12 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ 6 જેટલા વાહનો સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી,જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.ઓરાભરૂચ એલસીબી,વાગરા ,જંબુસર સહિતની પોલીસ ટીમોએ વિદેશી દારૂની બદી અટકાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન ઓરા ગામ થી વાગરા તરફ આવતી પીકઅપ વાનને અટકાવીને તલાસી લેતા ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે પોલીસની વધુ તપાસ દરમિયાન ઓરા ગામની સીમમાંથી વિદેશી દારૂની કુલ 360 નંગ પેટી કિંમત રૂપિયા 12,43,200નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો,આ ઉપરાંત સ્થળ પરથી પોલીસે 6 જેટલા વાહનો અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 43 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને વિદેશી દારૂની બદી ફેલાવનાર અજીત ઉર્ફે અજયો રાયસંગ રાજ,મીમહાજ અબ્દુલ નાથા,સાજીદ અહમદ ઇસ્માઇલ રાજ,રફીક અહમદ રાજ,ગુલામ અમરસંગ રાજ,સુનિલ ઇબ્રાહિમ રાણા,ઈમ્તિયાઝ ભુખુભાઇ રાજ ના ઓ ની ધરપકડ કરી હતી.ઓરાપોલીસના જણાવ્યા અનુસાર નિયામત અલી ઉર્ફે મુન્નો અહમદ બાપુ રાજ,સાદિક મલિક,ભરત ઠાકોર રાઠોડ ,ઇલ્યાસ મહમદ રાજ ના ઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Next Story