Connect Gujarat
બ્લોગ

પત્ની પ્રીત કે પીડા ?

પત્ની પ્રીત કે પીડા ?
X

પરણેલા યુવાનો માટે આ પ્રશ્નનો જવાબ જાણવો અગત્યનો નથી કેમ કે તેઓ કોઈ દિવસ આ પ્રશ્નનો જવાબ જાહેરમાં નથી આપી શકતા. પરંતુ અપરણિત યુવાનો માટે આ જવાબ લાઈફ સેવિંગ ડ્રગ થી પણ અગત્યનો છે. વાચક મિત્રો પત્ની શબ્દ સાંભળતાજ આદર, પ્રેમ અને સન્માન ની લાગણી મનમાં આવી જાય છે. જોકે કેટલાકને આ શબ્દ સાંભળતાજ તેમના ચહેરા પર ચિંતાની લકીરો ઉપસી આવે છે.

એકજ શબ્દની બે લાગણીઓ માટે પુરુષ અને તેની માનસિકતા અને ટેવો જવાબદાર છે. જે પુરુષ પોતાની ધર્મપત્ની થી કોઈ વાત છુપાવતા નથી અને સાચા સાથી અને પરમ મિત્ર ની જેમ વર્તે છે, તેઓ પત્ની શબ્દ સાંભળી આદર, પ્રેમ અને સન્માનની લાગણીનો અનુભવ કરે છે, જયારે જે પુરુષને પત્ની થી વાતો છુપાવાની અને પોતાના કાર્યમાં પત્નીનો હસ્તક્ષેપના ગમતો હોય એવા પતિ અજાણ્યા ભયની લાગણીનો સામનો કરે છે.

પોતાની પત્નીને પ્રીત સમઝીને ચાલતા પુરુષોને પણ ઘણુ બધુ સહન કરવુ પડતુ હોય છે, જેવુ કે પત્ની અને પોતાની માતા વચ્ચે સમન્વય જાળવવો. ધંધા વ્યાપાર માં મહિલાઓ ની કરકસર ની માનસિકતા, યાર દોસ્તો શોધવામાં અથવા કયા મિત્ર સાથે ઉઠબેસ રાખવી અને કયા જોડેના રાખવી એની ઉપર પણ પત્નીઓની ટીપ્પણી સાંભળવી, પત્નીઓ જયારે આ તમામ વાતોમાં હસ્તક્ષેપ કરે ત્યારે પતિ ને અમુક સમયે સહન કરવાનો વારો આવતો હોય છે. જેથી મહિલાઓએ પણ પોતાનું વલણ સુધારવાની જરૂત હોય છે.

વાચક મિત્રો એક વડીલ મિત્રએ કહેલી વાતનો ઉપયોગ કરુ તો "વ્યક્તિ ભલે ગમે તેટલો સફળ બને પણ જો પોતાના વિવાહિત જીવનનેના સંભાળી શકે તો તેની સફળતા અધૂરી ગણાય, અને આ વાત પણ સાચીજ છે.

પત્ની પ્રીતનું દર્પણ પણ છે જેટલો પ્રેમ કોઈ પણ પુરુષ પોતાના પરિવાર ને કરે અને જો પુરતો સમય આપે તો તેમની પત્ની પ્રીત નો દર્પણ સાબિત થાય છે. પરંતુ જો પુરુષ આ વાતો માં નિષ્ફળ જાય તો તેને માનસિક પીડા નોજ સામનો કરવો પડે છે. પતિ પત્નીના સંબંધ અતિ વિશેષ તો હોય જ છે પણ સાચુ માનો તો વિચિત્ર પણ હોય છે. આ એક એવો સંબંધ છે જેમાં કોઈ દિવસ દંપતિ વચ્ચે કોઈક કારણોસર ખલેલ પહોંચે તો કોઈનો હસ્તક્ષેપ પણ બંને વચ્ચે સુલેહ નથી કરાવી શકતો જ્યાં સુધી તેઓ નહિ ઈચ્છે.

વિવાહિત લોકો માટે સુખમય જીવનની જો કોઈ ચાવી છે તો પત્નીને પ્રીત અને પત્નીનું પ્રીત બાકી પછી જો યોગી થવુ હોય તો એમાં કોઈ તમારુ કાંઈજ બગાડી નહિ શકે.

Next Story