Connect Gujarat
બ્લોગ

જો પતિના નસકોરા થી ત્રસ્ત છો તો અચૂક વાંચશો

જો પતિના નસકોરા થી ત્રસ્ત છો તો અચૂક વાંચશો
X

અંગ્રેજીમાં સ્નોરિંગ, હિન્દીમાં ખરાટે અને ગુજરાતી માં નસકોરા અને હજુ સરળ ભાષામાં કહું તો ઉંઘતી વખતે નાક થી આવતો અવાજ અને જો પત્નીઓની ભાષામાં કહું તો ઘોરવુ - પતિ પત્ની વચ્ચે ઝગડાનું એક નાનુ કારણ - પતિનું ઉંઘમાં ઘોરવુ હોય છે.

સામાન્યથહ વહેલી સવારે નસકોરા બોલાવતા પતિઓ ને સાંભળવામાં આવતી વાત એજ હોય છે કે " સુ યાર તમે કેટલા નસકોરા બોલાવો છો, મનેતો જરાયે ઉંઘ નથી આવી " અને બિચારો પતિ એજ વિચારે કે રાતે 10 વાગે ઉંઘીને સવારે 10:30 વાગે ઉઠે છે તો કે છે કે ઉંઘ નથી આવી.

પતિના નસકોરા થી ત્રસ્ત પત્નીઓ એ પતિને દોષ આપતા પેહલા આ આર્ટિકલ વાંચવો જરૂરી છે. અમેરિકામાં થયેલ એક સર્વેને જો સાચો માનીએ તો અથાક મહેનતુ અને મજબુત શરીર ધરાવતા પુરુષોમાં નસકોરા બોલવાની સમસ્યા વધારે જોવા મળી છે.

નસકોરા ના અન્ય અન્ય કારણો છે :-

  1. પુરુષના મોઢા ની બનાવટ

  1. કાચી ઉંઘની ટેવ

  1. શરાબનું સેવન કર્યા બાદની ઉંઘમાંવધુ નસકોરા આવે છે

  1. શરદી, કફ અને શ્વાસમાં તકલીફ

  1. સુવાની રીત કે પોજીશન પણ નસ્કોરાના કારણ હોઈ શકે

  1. ટુકડા ટુકડામાં આવતી ઉંઘ

જો તબીબોનું માનીએ તો નસકોરા એક બીમારીજ છે અને જો એ લાંબા સમય રહે તો બીજી બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે. જેવી કે 01. શ્વાસમાં તકલીફ , 02. અનિંદ્રા અથવા ઓછી નિંદ્રા , 03. હ્રદય પર જોર આવે છે,04. રાતની નીંદર કાચી થવી , 05. નસકોરા થી લોહીમાં ઓક્સિજન ની માત્ર ઘટે છે , 06. વારંવાર માથા નો દુખાવો થવો , 07. દિવસમાં ઉંઘ આવતી હોય એવો આભાસ થવો અને કમજોરી લાગવી.

વિજ્ઞાનની માનીએ તો નસકોરા ના કારણે ઉપર દરસાવેલી તકલીફો આપ ને થઇ શકે છે પણ ભારત સિવાય આવા કેટલાક દેશો છે ,જ્યાં ગર્લ ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ વચ્ચે બ્રેકઅપ નું કારણ પણ નસકોરા બને છે અને એટલુંજ નહિ પણ કેટલાક વિકસિત દેશોમાં પારિવારિક ઝગડા નું કારણ પણ નસકોરા બને છે,અને ત્યારબાદ છુટા છેડા નું પણ.

ભારતની વાત કરીએ તો વિકસિત શહેરોમાં જ નહિ પણ આપડી આજુ બાજુ ના વિસ્તારો માં પણ મહિલાઓ ને પતિના નસકોરા ની ફરિયાદ કરતા સાંભળી છે.

આ આર્ટિકલ લખવા પાછળ નો હેતુ એજ છે કે પત્નીઓ ફક્ત નસકોરી ની ફરિયાદો ના કરી નસકોરા ની પીડા થી પીડાતા પતિઓ ને નસકોરા જેવી બીમારી થી બચવા માં મદદરૂપ થાય.

જો પુરુષ નસકોરા બોલાવી ને ઉંઘતા હોય એનો મતલબ એ નથી કે તે સારી ઉંઘ લે છે. ઘસઘસાટ ઉંઘવું અને ઘોરવું એમા ફેર સમઝવાની સૌ કોઈ ને જરૂત છે.

આવતા અંકમાં મારા તબીબ સાથી આપ ને સમઝાવશે કે નસકોરા થી છુટકારો મેળવવા શું કરવુ જોઈએ.

Next Story