Connect Gujarat
ગુજરાત

જાણો કઈ રીતે પકવવામાં આવે છે કેલ્શિયમ કાર્બાઈટ થી કેરી

જાણો કઈ રીતે પકવવામાં આવે છે કેલ્શિયમ કાર્બાઈટ થી કેરી
X

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જે અંતર્ગત 2200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઘટના સમયે કેલ્શિયમ કાર્બાઈટ નો છંટકાવ કરવાની બોટલ પણ મળી આવી હતી.

કેરી કુદરતી કેવી રીતે પાકે છે ?

  1. સામાન્ય રીતે કેરી પાકે ત્યારે ઈથીલીન નામનો હોર્મોન પેદા થાય છે. જે કેરીને ઝાડ પરથી ઉતાર્યા બાદ 8 થી 10 દિવસમાં પાકે છે.

  1. કુદરતી રીતે જો કેરીને ઘાસ, ડુંગળી કે કાગળમાં લપેટીને રાખવામાં આવે તો તે ગરમી મળવાના કારણે 8 થી10 દિવસમાં પીળાશ પકડી લેતી હોઈ છે. જેથી તે પાકી જતી હોઈ છે.

કુત્રીમ રીતે પકવવાનુ કેલ્શિયમ કાર્બાઈટ શું છે ?

  1. કાર્બાઈટ કેલ્શિયમ એ મસાલા તરીકે ઓળખાતુ પ્રતિબંધિત કેમિકલ છે. કેલ્શિયમ કાર્બાઈટ ગ્રેયીશ વ્હાઈટ કલરના ગઠ્ઠા કે પાવડરના રૂપમાં મળી આવતુ કેમિકલ છે. જે કેરીના સંસર્ગ માં આવતા કાળુ પડી જાય છે.

  1. કેલ્શિયમ કાર્બાઈટ ને સુંઘવાથી લસણ જેવી દુર્ગંધ આવે છે

  1. કેલ્શિયમ કાર્બાઈટ પ્રતિ એક કિલો કેરી દિઠ બે ગ્રામ પડીકી રાખવામાં આવે છે. જેને બોક્ષમાં બંધ કરી રાખવામાં આવે છે.

  1. કેલ્શિયમ કાર્બાઈટ બોક્ષમાં ભેજના સંસર્ગમાં આવવાથી એસીટીલીન ગેલ ઉત્પન્ન થાય છે. જે કેરીને કૃત્રિમ રીતે પકવીને કેરીની છાલનો લીલો રંગ પીળો બનાવે છે તેમજ તેમાં ચમક પણ લાવે છે.

  1. કૃત્રિમ રીતે પકવવામાં આવેલી કેરી પાકવામાં માત્ર ત્રણ કે ચાર દિવસનો જ સમયગાળો લે છે.

Next Story