Connect Gujarat
ગુજરાત

સુરત ને.હા.નં 8 પર લક્ઝરી બસ કન્ટેનરમાં ભટકાતા 8 મુસાફરો ઘવાયા

સુરત ને.હા.નં 8 પર લક્ઝરી બસ કન્ટેનરમાં ભટકાતા 8 મુસાફરો ઘવાયા
X

સુરત નેશનલ હાઇવે નંબર 8 પર કિમ પાસે એક લક્ઝરી બસના ચાલકે ઉભેલા કન્ટેનરમાં બસને ધડાકાભેર અથાડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના 8 મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

વહેલી સવારે અમદાવાદ થી મુંબઈ જતી એમઆર ટ્રાવેલ્સ ની બસના ચાલકે સુરત નજીક કિમ પાસે ને.હા.નં 8 પર ઉભેલા કન્ટેનર ને પાછળના ભાગે અથાડતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બસમાં સવાર 8 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

unnamed (4)

ઇજાગ્રસ્તોને પોલીસ તેમજ IRB ની ટીમ દ્વારા સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ હાઇવે પર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા માટે પોલીસ દ્વારા ક્ષતિગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવવા માં આવ્યા હતા અને ત્યારબાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.

Next Story