Connect Gujarat
દેશ

બાહુબલી - 2ની ફિલ્મએ બનાવ્યો ઇતિહાસ

બાહુબલી - 2ની ફિલ્મએ બનાવ્યો ઇતિહાસ
X

બાહુબલી - 2 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે દર્શકો કેટલાક સમય થી રાહ જોઈ રહ્યા હતા, રિલીઝ થતાની સાથે ફિલ્મે બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે, જે બાહુબલી-2 ફિલ્મની પહેલા દિવસની કમાણી વર્લ્ડ વાઈડ ગ્રોસ 201 કરોડ થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

કેઆરકે બોક્સ ઓફિસ ટ્વીટ કરી જણાવ્યું હતું કે બાહુબલી-2 ફિલ્મ પહેલા દિવસે ભારતમાં 145 કરોડ, યુએસમાં 33 કરોડ, ગલ્ફમાં 11 કરોડ અને બાકીની જગ્યાઓ પર 12 કરોડ કમાણી કરી છે, એટલે કુલ આ ફિલ્મની કમાણી પહેલા દિવસની 201 કરોડ છે.

ફિલ્મ વિવેચક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વીટર પર ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણીની જાણકારી આપી હતી, જેમાં સુલ્તાને પહેલા દિવસે 36.54 કરોડ અને દંગલ 29.78 કરોડ કમાણી કરી હતી, બાહુબલી -2 ની ફિલ્મ વર્લ્ડ વાઈડ લગબગ 9000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે, આ ફિલ્મ મૂળ તેલુગુમાં બની છે, અને હિન્દી સહિત બીજી 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે.

Next Story