Connect Gujarat
ગુજરાત

આમોદના સમની ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત, ઇકો ચાલક ઈજાગ્રસ્ત

આમોદના સમની ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત, ઇકો ચાલક ઈજાગ્રસ્ત
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ પાસે ઇકો કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતુ, જ્યારે કાર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.સમનીઆમોદ તાલુકાના સમની ગામ નજીક થી પસાર થતી ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી, સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સમની ગામનો યુવાન ગૌરાંગ ચંદુભાઈ વસાવા ઉ.વ.22ને ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોતને ભેટ્યો હતો.7bf540eb-7d95-426c-9e7a-e6ce4066f03e

જ્યારે કાર ચાલકને સારવાર અર્થે ઈજાગ્રસ્ત હાલતમાં નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story