Connect Gujarat
ગુજરાત

દહેજમાં મકાન ભાડે આપવાની તકરારમાં થયેલ હત્યામાં બે આરોપી ઝડપાયા

દહેજમાં મકાન ભાડે આપવાની તકરારમાં થયેલ હત્યામાં બે આરોપી ઝડપાયા
X

વાગરા તાલુકાના દહેજ ખાતે થી હસન અહમદ શેખનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો, આ હત્યાની ઘટનામાં ભરૂચ એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર દહેજ પાસે આવેલ જોલવા ગામ ખાતે રહેતા હફીઝા હસન અહમદ શેખના એ તેઓના પતિ હસન અહમદ શેખ ગુમ થયા અંગેની ફરિયાદ દહેજ પોલીસ મથકમાં દર્જ કરાવી હતી.

આ અંગે ભરૂચ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવતા પોલીસ તપાસ દરમિયાન દહેજની ગિરનારી મોલ્ડર કંપનીની ખુલ્લી જગ્યા માંથી હસન શેખનો મૃતદેહ મળી આવ્યો હતો. અને પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવીને રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટેનો ધમધમાટ આરંભ્યો હતો.

પોલીસ દ્વારા મૃતક હસન શેખનો ઘટના અગાઉ કોણે સંપર્ક કર્યો હતો તેના આધારે એલસીબી પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

જેમાં હસન શેખ અને જુનેદ ઉર્ફે બટકો શબ્બીરભાઈ જીસાબ બેલીમ રહેવાશી ગ્રીન સીટી સોસાયટી, જોલવા ગામના ઓ વચ્ચે મકાન ભાડે આપવા અંગે તકરાર સર્જાય હતી, જેની રીસ રાખીને જુનેદે પોતાના મિત્ર કલ્પેશ ભગવાનદાસ જગતાપ લાલ કોલોની, કોસમડી, અંકલેશ્વરના ઓ સાથે મળીને હસન શેખને મકાન ભાડે આપવાના બહાના હેઠળ બોલાવીને માથાના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું બહાર આવ્યુ હતુ.

ભરૂચ એલસીબી પોલીસે જુનેદ ઉર્ફે બટકો તેમજ તેના મિત્ર કલ્પેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

Next Story