Connect Gujarat
ગુજરાત

રાજકોટના નવા એરપોર્ટની ખાતમુહર્ત વિધિ પીએમ મોદીના હસ્તે થશે, સીએમ રૂપાણી

રાજકોટના નવા એરપોર્ટની ખાતમુહર્ત વિધિ પીએમ મોદીના હસ્તે થશે, સીએમ રૂપાણી
X

ગોંડલ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને પડી રહેલી હાલાકી અને રાજકોટમાં નિર્માણ પામનાર એરપોર્ટ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. અને ડુંગળીના પોષણક્ષમ ભાવન મળતા ખેડૂતોની દયનિય હાલત અંગે જણાવ્યુ હતુ કે સરકાર ફક્ત ડુંગળી જ નહિ પરંતુ બટાકા, ટમેટા બગડે નહિ તે અંગે વિચારી રહી છે. આવનારા દિવસોમાં પરમાણુ ટેકનોલોજીથી ડુંગળી બટાકા કે ટમેટા બગડે નહિ તે રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે. તો સાથો સાથ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ વધારાશે.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ રાજકોટના નવા એરપોર્ટ માટે હિરાસર ગામ પાસેની જમીન ફાઈનલ થઈ ચુકી છે. એરપોર્ટ ઓથોરીટી નવા એરપોર્ટની જમીનની ચકાસણી તેમજ તે અંગેનો સર્વે રીપોર્ટ પણ ફાઈલ કરી ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં તેનુ ખાતમુહર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવા સંકેત પણ તેઓએ આપ્યા હતા.

Next Story