Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાની 12 નોન ગ્રાન્ટેડ શાળાઓએ ફી વધારવા માટે દરખાસ્ત રજુ કરી

ભરૂચ જિલ્લાની 12 નોન ગ્રાન્ટેડ શાળાઓએ ફી વધારવા માટે દરખાસ્ત રજુ કરી
X

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓમાં બેફામ વધતી ફી સામે શાળા ફી વિધેયક જાહેર કરવામાં આવ્યુ હતુ, જેની સામે જે શાળાઓને વાંધો હોય તે સ્કૂલ દ્વારા એફિડેવિટ રજુ કરવાના અંતિમ દિવસે ભરૂચ જિલ્લાની 12 નોન ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ દરખાસ્ત રજુ કરી હતી.

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લામાં અંદાજિત 255 નોન ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે. જે પૈકી 12 જેટલી શાળાઓએ ફી વધારા માટે જિલ્લા શિક્ષણાઅધિકારી કચેરીમાં દરખાસ્ત કરી હતી. જ્યારે 10 શાળાઓ એ રાજ્ય સરકારના શાળાની ફી અંગેના વિધેયક માન્ય ન હોવાની કોર્ટ પિટિશન દાખલ કરી હતી.

આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષેધ મકવાણાએ જણાવ્યુ હતુ કે શાળા ફી વિધેયક સંબંધિત એફિડેવિટ કરવાના અંતિમ દિવસે કચેરી મોડે સુધી કાર્યરત રહેશે, અને જે દરખાસ્ત આવી છે તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરીને નિર્ણય લેવામાં આવશે.

Next Story