Connect Gujarat
દુનિયા

શ્રીલંકામાં પૂર અને ભુસખ્લન થી 90 થી વધુ લોકોના મોત,110 લાપતા

શ્રીલંકામાં પૂર અને ભુસખ્લન થી 90 થી વધુ  લોકોના મોત,110 લાપતા
X

શ્રીલંકામાં ભારી માત્રમાં વરસાદ પડવાથી ભારે પૂર અને ભૂસ્ખલન થી 90 લોકોના મોત થયા હતા, આ ઘટનામાં 110 લોકો લાપતા થયા છે, જેમાં 7 જિલ્લામાં 20 હજારથી વધારે લોકો વિસ્થાપિત થયા હતા, કારણકે દક્ષિણ પશ્ચિમમાં મોનસુન દ્રારા તબાહી મચી ગઈ છે, જ્યારે ઘણા મકાનો નષ્ટ થઈ ગયા હતા, અને રસ્તાઓ પણ તૂટી ગયા હતા.

ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં બનેલી આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મદદ કરવાનું આશ્વાસન આપ્યુ હતુ, પીએમ ટ્વીટ કરી જણાવ્યુ કે શ્રીલંકામાં પૂર અને ભુસખ્લનથી થયેલી જાન-માલની હાનિ પર દુઃખ થાય છે. અમે શ્રીલંકાના ભાઈઓ અને બહેનો સાથે છે, અમારા જહાજ થી રાહત સામગ્રીઓ મોકલવામાં આવશે, રાહત સામગ્રીઓનું પહેલુ જહાજ શનિવારે અને બીજુ જહાજ રવિવારે કોલંબો મોકલવામાં આવશે.

Next Story