Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ને.હા. 8 પર ચપ્પુ બતાવીને ટેમ્પા ચાલકને લૂંટી લેનાર એક ઝડપાયો બે ફરાર

અંકલેશ્વર ને.હા. 8 પર ચપ્પુ બતાવીને ટેમ્પા ચાલકને લૂંટી લેનાર એક ઝડપાયો બે ફરાર
X

અંકલેશ્વર ને.હા.નં 8 પર ટેમ્પો ચાલકને ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા 4800ની લૂંટ ચલાવનાર ત્રણ પૈકી એક લૂંટારુની પોલીસે ધરપકડ કરી હતી.

પુનાથી રેડિયેટર ટેમ્પામાં ભરીને સાણંદ ખાતે જતા અને રાઠોડ ટ્રાન્સપોર્ટમાં ટેમ્પો ચાલક તરીકે નોકરી કરતા શંકર નીલવ્યાના ઓ અંકલેશ્વર ને.હા.નં 8 મોતાલી ગામના પાટીયા પાસે તારીખ 28મી મેની રાત્રીએ ટેમ્પો લઈને ઉભા હતા,ત્યારે અચાનક એક બાઈક પર ત્રણ અજાણ્યા યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા,અને ટેમ્પાની કેબિનમાં ચઢી જઈને ટેમ્પો ચાલક શંકરને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને રોકડ રૂપિયાની માંગ કરી હતી.

લૂંટારૂઓની ધમકી થી ગભરાય ગયેલા ટેમ્પો ચાલકે પોતાની પાસે રહેલા રૂપિયા 4800 રોકડા આપી દીધા હતા, લૂંટને અંજામ આપીને ભાગવા જતા ત્યાં જ શહેર પોલીસ આવી પહોંચી હતી, અને કાર્તિક બિપિન વાસાવા રહે ગોવાલીના ઓ પોલીસના હાથે ઝડપાય ગયો હતો. જ્યારે તેના અન્ય બે સાથી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેર પોલીસે હાલ તો કાર્તિક વસાવાની ધરપકડ કરીને તેના ફરાર બે સાથી અજય પાટણવાડીયા રહે લિમોદ્રા અને કાળુ વસાવા રહે ગોવાલીના ઓ ને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story