Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર માંથી ઇકો કારની ચોરી

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર માંથી ઇકો કારની ચોરી
X

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ ચોકડી નજીક આવેલ આરસીએલ બિલ્ડીંગ પાસે પાર્ક કરેલી ઇકો કારની વાહન ચોરો ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં ગટ્ટુ ચોકડી પાસે આવેલ આરસીએલ 2 / ડી / 4માં રહેતા શૈલેષ પ્રજાપતિએ પોતાની ઇકો કાર નંબર GJ - 16 - AP - 6982 રાત્રી દરમિયાન પોતાના ઘરની બિલ્ડીંગ પાસે પાર્ક કરી હતી.જે ઇકો કારની વાહન ચોરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે શૈલેષ પ્રજાપતિએ જીઆઇડીસી પોલીસ મથકમાં કાર ચોરી અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી,જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં આમ તો પોલીસ પેટ્રોલિંગ તેમજ ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ સુરક્ષા બાબતેની દેખરેખ રાખતા હોય છે પરંતુ તેમછતાં વાહન ચોરીની ઘટના બનતા સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Next Story