Connect Gujarat
ગુજરાત

વાહન ચોરો ઝડપી પાડતું વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

વાહન ચોરો ઝડપી પાડતું વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
X

વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા વાહન ચોરી/ટુ વ્હિલર ચોરીઓ બાબતે ટૂંક સમયમાં બીજી સફળતા મેળવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

છેલ્લા પચ્ચીસ દિવસમા વડોદરા શહેરમાંથી એકટીવા/સ્કુટી પેપની જ ચોરી કરનાર ઇસમની ધરપકડ કરી પાંચ એકટીવા/સ્કુટી પેપ વાહનો કબજે કરતી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.જે ચુડાસમા તેમજ સ્ટાફના પ્રવિણસિંહ, સંજય, વિક્રમસિંહ, કનૈયાલાલ, મહેન્દ્રસિંહ વગરે નાઓએ આજરોજ મેળવેલ ચોક્કસ માહીતી આધારે શંકાસ્પદ સ્કુટી પેપ મોપેડ સાથે ઇસમ નામે ઇજહારખાન ઉર્ફે ઇજ્જુ સનાઉલ્લાખા પઠાણ ઉ.વ ૨૯ રહે. હાલ બોરસદ વાવડી મોહલ્લો નગર પાલીકા સામે જી. આણંદ મુળ રહે બોરસદ અલમદીનાનગર ઘર સી/૩૩ જી. આણંદને પકડી પાડી સદર ઇસમ તેની પાસેથી મળી આવેલ મોપેડ બાબતે સંતોષકારક જવાબ નહી આપી શકતા જેથી મોપેડ કબજે કરી સદર ઇસમની સધન પુછપરછ દરમ્યાન તેને પોતે છેલ્લા પચ્ચીસ દિવસ દરમ્યાન વડોદરા શહેરમાથી અલગ અલગ જગ્યાએથી પાંચ જેટલી એકટીવા/સ્કુટી પેપ મોપેડની ચોરી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી કરેલાની હકીકત જણાવે છે.

આ અંગે ખાત્રી તપાસ કરતા વડોદરા શહેરના એમ.એસ.યુનિ સામે આવેલ પાયલ કોમ્પલેક્ષ પાસેથી એક મોપેડ, પેરેડાઇઝ કોમ્પલેક્ષ પાસેથી બે મોપેડ, ન્યાયમંદી કોર્ટ સામે આવેલ બેન્કવાળા એપા.ના પાક્રીંગામાથી એક મોપેડ ,ચકલી સર્કલ પાસે આવેલ એપા. આગળથી એક મોપેડ એ રીતે કુલ ૫ મોપેડની ઉઠાતરી કરેલાની હકીકત જણાય આવેલ.

સદર ઇસમ પાસેથી તેમજ સદર ઇસમે ચોરી કર્યા બાદ આ વાહનો પોતાના કહી આણંદ તેમજ બોરસદ ખાતે અલગ અલગ વ્યકતિઓને રૂપિયા લઇ આપેલ હોય હાલ સુધી ચોરી કરેલ પાંચેય એકટીવા/સ્કુટી પેપ કીમત રૂપિયા ૭૫,૦૦૦/- ના વાહનો કબજે કરવામા આવેલ છે.

સદર આરોપી દ્વારા બીજા કરેલ વાહન ચોરીના ગુનાઓ અંગે તેમજ ચોરી કરેલ વાહનો કોને કોને આપેલ છે. તે અંગેની તપાસ વડોદરા શહેર પોલીસ દ્વારા ચાલી રહેલ છે.

Next Story