Connect Gujarat
દુનિયા

સાઉદી, ઇજિપ્ત, અને UAE સહિત ચાર દેશોએ કતાર સાથે સંબંધ તોડયા

સાઉદી, ઇજિપ્ત, અને UAE સહિત ચાર દેશોએ કતાર સાથે સંબંધ તોડયા
X

સાઉદી, બહેરીન, ઇજિપ્ત અને UAE સહિત 4 દેશો એ કતાર સાથે તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી હતી, આ ચાર દેશોએ કતાર સાથે ડિપ્લોમેટિક સંબંધો સાથે જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગે પણ સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી, કતાર સામે આંતકીઓ અને કટ્ટરપંથી સંગઠનોને સમર્થન આપવા બદલ આરોપ લગાવામાં આવ્યો હતો અને કતાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

સાઉદી પોતાના નિર્ણયમાં જણાવ્યુ હતુ કે અમે આંતકવાદ અને કટ્ટરપંથથી બચવા માટે આ પગલુ ભરી રહ્યા છે, બીજી તરફ ઇજિપ્તે કતાર સાથે હવાઈ માર્ગ અને પોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય ઇજીપ્તે રાષ્ટ્રીય સુરક્ષાને કારણે લીધો છે.

જ્યારે બહેરીનના સૂત્રોએ મિડીયાને જણાવ્યુ કે કતારની રાજધાની દોહા માંથી 48 કલાકની અંદર પોતાના રાજકીય મિશનને પાછા બોલાવી લેશે અને આ સમયગાળામાં કતારના પણ તમામ રાજદૂતોને બહેરીન છોડવાનો આદેશ આપ્યો છે.

મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે કતાર સતત નિયમોનું ભંગ કરી રહ્યુ હતુ, સાથે સાઉદીમાં વિરોધી તાક્તોને સમર્થન આપી રહ્યું હતુ, સાઉદી અરેબિયાએ કતાર પર મુસ્લિમ બ્રધરહૂડ અને આતંકી સંગઠન આઇએસને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે, સાથે યમન વિરુદ્ધ સાઉદીની લડાઈને લઈને કતાર મીડિયામાં નકારાત્મક રીતે રજૂ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Next Story