Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ભડકોદ્રાની રાધેપાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અંકલેશ્વરના ભડકોદ્રાની રાધેપાર્ક સોસાયટીના  બંધ મકાનને  નિશાન બનાવતા તસ્કરો
X

સોના ચાંદીના દાગીના, બે કેમરા તેમજ રોકડ મળી રૂપિયા 4.53 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.ભડકોદ્રાની અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતેની રાધેપાર્ક સોસાયટીમાં રહેતો આહીર પરિવાર રજાઓમાં બહાર ગામ ગયો હતો, અને આ સમય દરમિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સોના ચાંદીના દાગીના, બે કેમેરા તથા રોકડ મળીને કુલ રૂપિયા 4.53 લાખ ઉપરાંતની માલમતા ચોરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરના ભડકોદ્રાની રાધેપાર્ક સોસાયટીમાં રહેતા કેતન ભીખાભાઇ આહીર તારીખ 28મી મેના રોજ પોતાના પરિવાર સાથે અમદાવાદ ખાતે સામાજિક પ્રસંગમાં ગયા હતા, અને ત્યાંથી તેઓએ આબુ અંબાજી પ્રવાસમાં ગયા હતા. આ સમય દરમિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોની નજરે ચઢયુ હતુ.ભડકોદ્રાની તસ્કરોએ તેઓના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તેમજ ઇન્ટર લોક તોડીને ચોર ઘરમાં પ્રવેશ્યા હતા, અને બેડ રૂમના કબાટના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના, બે કેમેરા તેમજ રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા 4,53,400નો મુદ્દામાલ ચોરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

કેતન આહીરને ઘટના અંગે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા તેઓ પ્રવાસ માંથી ઘરે પરત ફર્યા હતા, અને જીઆઇડીસી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદ નોંધીને તસ્કરોનું પગેરુ મેળવવા માટે એફએસસેલ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી.

Next Story