Connect Gujarat
ગુજરાત

દહેજમાં જેટીના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરતા સીએમ વિજય રૂપાણી

દહેજમાં જેટીના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરતા સીએમ વિજય રૂપાણી
X

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા અર્થે જેટીનું નિર્માણ કરવામાં આવશે, જે કાર્યનું ભૂમીપુજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.દહેજમાં હાંસોટના કતપોર ખાતે નર્મદા પરિક્રમાના પ્રથમ ચરણ પૂર્ણ કરીને પરિક્રમાવાસીઓ વમલેશ્વર થી નાવડીમાં સવાર થઈને સામે કાંઠે દહેજ ખાતે પહોંચે છે અને ત્યાંથી પરિક્રમાના બીજા ચરણનો પ્રારંભ થાય છે. પરંતુ કતપોર થી દહેજ જળમાર્ગમાં આવતી આપત્તિઓના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5.99 કરોડના ખર્ચે ગુજરાત મેરિટાઇમ બોર્ડ હેઠળના દહેજ ખાતે જેટીની સુવિધાના નિર્માણ કાર્ય અર્થે સીએમ વિજય રૂપાણીના હસ્તે ભૂમીપુજન કરવામાં આવ્યુ હતુ.દહેજમાંઆ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story