Connect Gujarat
સમાચાર

વેજીટેબલ ફ્રેન્કી

વેજીટેબલ ફ્રેન્કી
X

સામગ્રી

મેંદો- 250ગ્રામ (૨ કપ)

ઘઉંનો લોટ- 100 ગ્રામ

યીસ્ટ- 1/2 ટી સ્પૂન

ખાંડ-1/2 સ્પૂન

સોડા-1/2 ટી સ્પૂન

દહીં-1 ટેબલ સ્પૂન

મીઠું-1 ટી સ્પૂન

તેલ-2 ટેબલ સ્પૂન

રોલ્સ માટે

બટાકા-500 ગ્રામ

બ્રેડ- 3 સ્લાઇસ

ઝીણી સમારેલી ડુંગળી- 3 નંગ

ઝીણું સમારેલું કેપ્સિકમ- 1 નંગ

ટામેટાં- 2નંગ

લાલ અને લીલું મરચું

લીંબુનો રસ – એક ટેબલસ્પૂન

મીઠું-પ્રમાણસર

ખાંડ-પ્રમાણસર

ગરમ મસાલો- 1 ટીસ્પૂન

લસણ ઝીણું સમારેલું- 7થી 8 કળી

કોબીજ, ડુંગળી, ગાજર-લાંબાં સમારેલાં

ચિલીસોસ- 3 ટી સ્પૂન

સોયાસોસ- 1/4 ટી સ્પૂન

તીખી લીલી ચટણી- 1 ટેબલસ્પૂન

ગળી ચટણી- 1 ટેબલસ્પૂન

બનાવવાની રીત

  • સૌ પ્રથમ પાણીમાં યીસ્ટ અને ખાંડ તેમજ 1 ટેબલ સ્પૂન મેંદો નાખી ઢાંકી થોડી વાર રહેવા દેવું.
  • મેંદામાં મોણ, મીઠું અને યીસ્ટ નાખી પરોઠાથી સહેજ ઢીલી કણક બાંધવી. કણકને 2થી 3 કલાક મૂકી રાખવી.

    યીસ્ટ ન નાખવું હોય તો દહીંથી કણક બાંધવી.

  • દહીંમાં સાજીનાં ફૂલ, થોડી ખાંડ અને મેંદો નાખી ઢીલો લોટ બાંધી, 2થી 3 કલાક રહેવા દેવો. નાનની કણક અને પિઝાની કણક પણ આ રીતે જ બંધાય. કણક વધે તો નાન કે પિઝા કરી શકાય.
  • કણકને મસળી તેના એકસરખા મોટા લુઆ કરવા. તેની મોટી, સહેજ પાતળી રોટલી વણી તવા પર બે બાજુ શેકવી. કડક ન થાય તે જોવું. આ રીતે બધી રોટલી તૈયાર કરી નેપ્કિનમાં ઢાંકીને મૂકવી.
  • બટાકા બાફી માવો કરવો. તેમાં ડુંગળી, કેપ્સિકમ ચોપ એન્ડ ચર્નમાં ઝીણાં કરીને નાખવાં. ટામેટાં, લસણ ઝીણું સમારવું. બટાકાવડાં જેવો મસાલો કરવો.
  • બ્રેડને પાણીમાં પલાળી નીચોવી મેળવવું. તેના લાંબા રોલ્સ કરી મેંદામાં રગદોળી ગરમ તેલમાં તળવા. લીલી કોથમીરની અને ગળી ચટણી બનાવવી.

પીરસવાની રીત

  • ટી સ્પૂન તેલ તવા પર મૂકી રોલ્સ મૂકવો. સહેજ ગરમ કરી બાજુ પર ખસેડી 1 રોટલી તે જ તેલમાં મૂકી બે બાજુ ફેરવવી.
  • તેને પ્લેટમાં મૂકી તેના પર રોલ્સ મૂકી તેના પર લીલી ચટણી, ગળી ચટણી મૂકી, ઝીણી સમારેલી ડુંગળી નાખી, ચાટ મસાલો ભભરાવી, રોટલીનો રોલ વાળી ગરમ ગરમ પીરસવું.

Next Story