Connect Gujarat
ગુજરાત

દહેજની ભારત રસાયણ કંપનીમાં પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

દહેજની ભારત રસાયણ કંપનીમાં  પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
X

દહેજ સ્થિત ભારત રસાયણ સહિત રીલાયન્સ, મેઘમણી અને ટેગ્રો કંપનીમાં પર્યાવરણ દિનની ઉજવણી જીપીસીબી પ્રાદેશિક અધિકારીએ વૃક્ષો વાવીને કરી હતી.

વિશ્વ પર્યાવરણ દિને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એચ કે સોલંકીએ દહેજની ભારત રસાયણ કંપનીમાં ખાસ ઉજવણી કરી હતી.તેમની સાથે કંપનીના હેડ અશોક ગુપ્તા,એચ આર ના અશોક ચૌહાણ સહિત જીપીસીબી કર્મીઓ અને કંપનીના કર્મચારીઓ જોડાયા હતા.

આ દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજવા સાથે પર્યાવરણનું મહત્વ ઉપસ્થિત લોકોને સમજાવવામાં આવ્યું હતુ. આ સાથે ગુજરાત પ્રદુષણ બોર્ડે રિલાયન્સ,ટેગ્રો અને મેઘમણી કંપનીમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતુ.

આ તબક્કે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એચ કે સોલંકીએ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નહીં પણ વાવેલ વૃક્ષોની સતત માવજત કરી ગ્રીન બેલ્ટનો વિકાસ ફેક્ટરીધારકોએ કરવોજ પડશે. દરેક કંપનીમાં વૃક્ષોનું જતન કંપની સંચાલકો કરે છે કે કેમ તેનુ સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

Next Story