Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ સત્તા વગર તડફડી રહી છે, સીએમ વિજય રૂપાણી

કોંગ્રેસ સત્તા વગર તડફડી રહી છે, સીએમ વિજય રૂપાણી
X

રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બનવાના છે તે અંગે પણ તેઓએ માહિતી આપી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત દરમિયાન આગામી 29મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે તેને લઈને કાર્યક્રમની રૂપ રેખા આપતા જણાવ્યુ હતુ કે ઘણા સમય બાદ કોઈ પીએમ રાજકોટ આવશે. પીએમ મોદી રેસકોર્ષમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં દિવ્યાંગો માટેનો કાર્યક્રમ યોજાશે. જેમાં 20 હજારથી પણ વધુ દિવ્યાંગો હાજરી આપશે. તો ત્યારબાદ આજી ડેમ ખાતે નર્મદા નીરના થયેલ વધામણાના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે.અને જનસભાને સંબોધિત કરશે, તેમજ સભા બાદ રોડ શો યોજાશે જે એરપોર્ટ પર પુર્ણ થશે.

વધુમાં સીએમ રૂપાણીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં બનેલ ઘટના અંગે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ સત્તા વગર તડફડી રહી છે. જેમ પાણી વગર માછલી તડપતી હોઈ તેમ સત્તા વગર તડફડી રહી છે. કોંગ્રેસે આ મુદ્દે ગુજરાતમાં દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે મારે કોંગ્રેસના લોકોને પુછવુ છે કે મધ્યપ્રદેશની ઘટનાને ગુજરાત સાથે શું લેવા દેવા?

જ્યારે મહેસાણામાં કેતન પટેલ નામના પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે મહેસાણામાં બનેલી ઘટના ખુબજ કમનસીબ છે. ઘટના અંગે સરકારે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે કોંગ્રેસ મહેસાણામાં બનેલ ઘટના મુદ્દે રાજકારણ કરી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ. તો સાથો સાથ મુખ્યપ્રધાને અફવાઓથી દૂર રહેવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.

Next Story