Connect Gujarat
દુનિયા

લંડનમાં બહુમાળી બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ

લંડનમાં બહુમાળી  બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ
X

લંડનમાં 27 માળની બહુમાળની ગ્રેનફેલ ટાવર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 200 વધુ લોકો ફસાયેલા હતા. આ ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

લંડન ફાયર બ્રિગેડ અનુસાર 40 ફાયર બ્રિગેડ ગાડી અને 200 ફાયર ફાઇટર્સની મદદ થી ભીષણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ આગ લાગવાની શરૂઆત બીજા માળથી થઈ હતી, જેમાં આગ વધી ગઈ હતી અને 27 માળ સુધી આગ પહોંચી ગઇ હતી. આગની સુચના ત્યાંના સ્થાનીય સમયાનુસાર રાતે સવા એક વાગે લાગી હતી.

મીડિયાથી જાણકારી મળી હતી કે આગ લાગતા પહેલા કેટલાક લોકોએ પહેલા માળમાં જોર થી અવાજ સાંભળ્યો હતો. જેમાં પહેલા માળ ના બારીના કાચ પણ તૂટી ગયા હતા. મેટ્રોપોલિટન પોલીસ જણાવ્યુ હતુ કે જે લોકોને આ બિલ્ડીંગ માંથી કાઢવામાં આવ્યા હતા. એમાં કેટલાક ઘાયલ થયા હતા, જે લોકોને વિભિન્ન હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Next Story