Connect Gujarat
ટેકનોલોજી

પીએમ નરેન્દ્ર મોદીએ કોચ્ચી મેટ્રોનું કરાવ્યું પ્રસ્થાન

પીએમ  નરેન્દ્ર મોદીએ  કોચ્ચી મેટ્રોનું કરાવ્યું પ્રસ્થાન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચી મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યુ હતુ આ પ્રસંગે તેમની સાથે કેન્દ્ર શહેરી વિકાસ મંત્રી એમ નાયડુ, કેરળના રાજ્યપાલ પી. સદાશિવમ, મુખ્યમંત્રી પિનરાયી વીજયન,મેટ્રો મેન ઇ. શ્રીધરન પણ હાજર રહ્યા હતા.મેટ્રોઉદ્દઘાટન કર્યા પછી પીએમ મોદીએ કોચ્ચી મેટ્રો ટ્રેનની સફર પણ કરી હતી,પીએમ મોદીએ મેટ્રો ટ્રેન પહેલા ફેજનું ઉદ્દઘાટન કર્યું હતું,પ્રથમ તબક્કા ફેજમાં અલુવા અને પાલારીવત્તોમની વચ્ચે 13 કિલોમીટર રૂટ છે,આ રૂટ પર 11 સ્ટેશન હશે,કોચ્ચી મેટ્રોનું એક્સ્ટેશન 25 કિલોમીટર સુધી બનાવવામાં આવશે,કોચ્ચી મેટ્રોનું એક્સ્ટેશન થયા પછી 25 કિલોમીટરમાં કુલ 22 સ્ટેશન બની જશે.

કોચ્ચી મેટ્રો ટ્રેન દેશની પ્રથમ મેટ્રો છે.જેમાં ટ્રાંજેન્ડર્સને નોકરી આપવામાં આવી છે,મીડિયા રિપોર્ટ્સના આધારે ઉદ્દઘાટનના દિવસે 23 ટ્રાંજેન્ડર્સ કર્મચારી જોબ પર હાજર રહયા હતા.

કોચ્ચી મેટ્રો ટ્રેન કન્સ્ટ્રક્શન વર્ક 2013માં શરૂ કરવામાં આવ્યુ હતુ.આની જવાબદારી ડીએમઆરસીને આપવામાં આવી હતી અને ડીએમઆરસીના ભૂતપૂર્વ પ્રમુખ ઇ.શ્રીધરન આ નવા પ્રોજેક્ટના સલાહકાર પણ છે,કેરળ માટે કોચ્ચી મેટ્રો ટ્રેનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.કોચ્ચી કચ્છી કેરલનું વ્યવસાય કેન્દ્ર છે.

Next Story