Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં પેટ્રોલના ટેન્કરમાં થયો વિસ્ફોટ,151ના મોત

પાકિસ્તાનમાં પેટ્રોલના  ટેન્કરમાં થયો વિસ્ફોટ,151ના મોત
X

પાકિસ્તાનનાં બહાવલપુર જિલ્લામાં રવિવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાય હતી, સવારના સમયે પેટ્રોલ લઈને જઈ રહેલું એક ટેન્કર પલટી મારી ગયું હતું. આ ટેન્કરમાંથી ગળતાં પેટ્રોલને લૂંટવા માટે અનેક લોકો દોડાદોડી કરવા લાગ્યા. ટેન્કરમાં ૫૦,૦૦૦ લીટર પેટ્રોલ હતું. તે દરમિયાન કોઈ એક વ્યક્તિ ત્યાં સિગારેટ પીતું હતું તે દરમિયાન આગ લાગી અને પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ૧૫૧ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૪૦થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ છે.

ટેન્કર જ્યારે બહાવલપુરથી પસાર થઈ રહ્યું હતુ ત્યારે એક વળાંક ઉપર ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, તેને કારણે ટેન્કર પલટી ગયું હતું. કન્ટેનર તૂટવાને કારણે તેમાંથી પેટ્રોલ ઢોળાવા લાગ્યું હતું, તેને લૂંટવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં હતાં. આ દરમિયાન કોઈએ સિગારેટ સળગાવતાં તેને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે ૧૨૫ લોકો સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો, તે ઉપરાંત ૧૫૦થી વધુ લોકોને દાઝવાનાં કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. દાઝેલાં લોકોમાંથી ૨૪ જેટલાં લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા.

ફાયરબ્રિગેડના અધિકારી જણાવ્યું કે રેસ્કયૂ ઓપરેશન માટે સૈન્યના હેલિકોપ્ટર્સની મદદ લેવાઇ હતી. આ ઉપરાંત ટેન્કરની આસપાસ રહેલાં ૧૨ બાઇક અને છ ગાડી પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સ્થળે માત્ર રાખ થઈ ગયેલાં કેટલાંક વાહનો વધ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના પાકિસ્તાનના ઇતિહાસમાં મોટા અકસ્માતોમાં એક છે.

Next Story