Connect Gujarat
ગુજરાત

મધ્ય ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોએ ઇંધણની ખરીદી અટકાવી

મધ્ય ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોએ ઇંધણની ખરીદી અટકાવી
X

કેન્દ્ર સરકાર દ્રારા દેશભરમાં ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી અમલમાં મુકવામાં આવતા વડોદરાના કરચીયા સ્થિત આવેલ ભારત પેટ્રોલિયમનાં ડેપો પરથી મધ્ય ગુજરાત પેટ્રોલ પંપના સંચાલકોએ પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્રારા દેશભરમાં ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી અમલમાં મુકવામાં આવી હતી અને જેના કારણે સતત ફ્યુલના ભાવમાં ધટાડો થઇ રહ્યો હોવાની ફરીયાદોના આધારે પેટ્રોલ પંપના સંચાલકોએ ઓઇલ માર્કેટીંગ કંપની પાસે ખોટ સામે રક્ષણ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી, અને જે માંગણી સ્વીકારવામાં ન આવતા દેશભરમાં પેટ્રોલ અને ડિઝલ પંપના સંચાલકો દ્રારા તારીખ 5મી જુલાઈના રોજ પેટ્રોલની ખરીદીનું દેશભરમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ.

જેના ભાગરૂપે મધ્ય ગુજરાત પેટ્રોલ પંપના સંચાલકોએ આજે ખરીદી કરી ન હતી. અને વેપારીઓ દ્રારા દુમાડ તેમજ કરચીયા ખાતે આવેલા ભારત પેટ્રોલિયમ તથા આઇ.ઓ.સી.એલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના દરવાજા બહાર એકત્ર થઇને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જો કે વેપારીઓ દ્રારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો 12મી તારીખના રોજ પેટ્રોલ એને ડિઝલનુ વેચાણ પણ બંધ કરી દેવામાં આવશે જો કે આજે ખરીદી બંધ રાખતા વડોદરા આવતી 300 થી વધુ ટેન્કરોના પૈંડા થંભી ગયા હતા.

Next Story