Connect Gujarat
ટેકનોલોજી

દેશવાસીઓને ખુબજ સસ્તા દરે ઇન્ટરનેટ આપવાની સરકારની યોજના

દેશવાસીઓને ખુબજ સસ્તા દરે ઇન્ટરનેટ આપવાની સરકારની યોજના
X

ટ્રાઇએ ભારતમાં પે એઝ યુ ગો પર આધારિત વાઇફાઇ સુવિધા શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે. એ માટે ટ્રાઇએ કંપનીઓને પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે.

આ વાઇફાઇ હોટસ્પોટને પબ્લિક ડેટા ઓફિસના નામથી ઓળખાશે, પબ્લિક ડેટા ઓફિસમાં ભારતને ફોનથી જોડવાવાળા પીસીઓ બુથની જેવા હશે. શરૂઆતમાં બે રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીના પ્લાન જાહેર કરાશે. આ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પોતાનું KYC અને વન ટાઈમ પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. ટ્રાઈનું માનવું છે કે તેનાથી ભારતના લોકોને ઇન્ટરનેટ સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ કરાશે અને નેટવર્ક પર લોડ પણ ઓછો થશે.

Next Story