Connect Gujarat
ગુજરાત

સુરતમાં એકજ દિવસમાં 1.50 લાખ લોકોએ કરી બસમાં મુસાફરી

સુરતમાં એકજ દિવસમાં 1.50  લાખ લોકોએ કરી બસમાં મુસાફરી
X

સુરતમાં તારીખ 9મી જુલાઈ રવિવારનાં રોજ અંદાજીત 1.50 લાખ લોકોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળ્યા મુજબ 1.50 લાખ મુસાફરોએ સુરત શહેરની બસ અને બીઆરટીએસ સેવાઓનો ઉપયોગ 9 જુલાઇ (રવિવારે) ના રોજ કર્યો હતો. 98,519 પ્રવાસીઓએ તેમના સ્થળો સુધી પહોંચવા માટે બીઆરટીએસ બસો લીધી, જ્યારે 58,042 મુસાફરોએ શહેરની બસ સેવાનો ઉપયોગ કર્યો, જેના પરિણામે રવિવારના રોજ કુલ આવક 1,56,561 થઈ હતી.

ઉલ્લેખનીય છે કે રજાનાં દિવસોમાં સુરત શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ ખુબજ વધતું હોય છે ત્યારે હવે લોકો પણ પબ્લિક ટ્રાન્પોર્ટનો ઉપયોગ કરીને મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે.

Next Story