Connect Gujarat
ગુજરાત

સુરત એરપોર્ટ પર સીએમ રૂપાણીએ આતંકી હુમલાનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

સુરત એરપોર્ટ પર સીએમ રૂપાણીએ આતંકી હુમલાનાં મૃતકોને પાઠવી  શ્રદ્ધાંજલિ
X

અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલામાં 7 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકો તેમજ ઘાયલોને વિશેષ વિમાન થી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી, નાયબ સીએમ સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવીને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અમરનાથ આતંકી હુમલામાં કમોતને ભેટનાર દક્ષિણ ગુજરાતના 7 યાત્રીઓ તેમજ 19 ઇજાગ્રસ્તોને શ્રીનગર થી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી.

[gallery type="slideshow" size="full" ids="28169,28168,28174,28173,28172,28171,28170"]

આ દુઃખદ પ્રસંગે સીએમ રૂપાણીએ આતંકી હુમલાની નિંદા કરી હતી, અને મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 2 - 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં બસ ડ્રાઈવર સલીમનો આભાર વ્યક્ત કરીને તેની બહાદુરીને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરત કિરણ હોસ્પિટલ દ્વારા ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકરી હતી, અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી લઇ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી.

Next Story