અમરનાથ યાત્રીઓ એક જ સપ્તાહમાં બીજી દુર્ઘટનાનો ભોગ બન્યા છે. યાત્રીઓને લઈને પસાર થતી એક બસ ખીણમાં ખાબકતા 16 યાત્રીઓના કરુણ મોત નિપજયા હતા. જયારે 19 શ્રધ્ધાળુઓને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ શ્રીનગર જમ્મુ હાઇવે પરથી 50 અમરનાથ યાત્રીઓને લઈને પસાર થતી એક બસ બનિહાલ નજીક રામબનમાં ખીણમાં ખાબકી હતી. સર્જાયેલી દુર્ઘટનામાં 16 શ્રધ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. જયારે 19 યાત્રીઓ ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્ત યાત્રીઓને સેના અને સ્થાનિકોની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY