અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે, શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન વલસાડની મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા.

તારીખ 10 જુલાઈની રાત્રે દક્ષિણ ગુજરાતની અમરનાથ યાત્રીઓની બસ પર આંતકીઓ એ અંધાધુંધ ગોળીબાળ કર્યો હતો, જેમાં 7 યાત્રીઓ કરુણ મોતને ભેટ્યા હતા, અને જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોમાં વલસાડનાં વતની લલિબહેન ભંગુભાઈ પટેલની સારવાર શ્રીનગરની હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા, અને આતંકી હુમલામાં મૃત્યુઆંક આઠ થયો હતો.

LEAVE A REPLY